मुमुक्षु रत्ना कु. देवांशी का जीवन निर्माण

દેવાંશી કુમારી ધનેશભાઈ સંઘવી નું જીવન ઘડતર...

*આરાધના*
• જન્મતા જ ઓઘાના દર્શન, નવકાર મંત્રનું સ્મરણ, પૂ. પ્રશમિતાશ્રીજી મા.સાહેબનું નામ સાંભળ્યું.

• જન્મ થયો તે જ દિવસ થી પરિવારે ૧૪ નિયમ ધરાવવાના શરૂ કર્યા. પ્રાયઃ વરસ સુધી રોજ દિવસે ધાર્યા ક્યારેક રાત્રે.

• જન્મથી જ ભવઆલોચના લખાય છે.

• લગભગ 25 દિવસની હતી ત્યારથી નવકારશી શરૂ કરી.

• ડાયપર અને લખેલા વસ્ત્રો પહેર્યા નથી.

• લગભગ આઠ મહિના ની થઈ ત્યારથી પ્રાયઃ રોજ ત્રિકાળ પૂજા કરી છે. એટલે કે સવારે વાસક્ષેપ પૂજા, ધૂપ, દિપક, લઘુ ચૈત્યવંદન, પ્રાર્થના. પછી બપોરે અષ્ટપ્રકારી પૂજા અને રાત્રે આરતી, મંગલદીવો, ધૂપ, દિપક, ચૈત્યવંદન, પ્રાર્થના.

• ચાર મહિનાની થઈ ત્યારે પોતાની જ શક્તિથી (કોઈ મહેનત વગર) રાત્રિ ભોજન નો ત્યાગ કર્યો.

• જન્મ થી વર્ષ સુધી રોજ નવકાર, પહેલું પંચસૂત્ર, આપ સ્વભાવની સજ્ઝાય સાંભળ્યું.

• જન્મથી સચિત વાપર્યું નથી. (૩ વર્ષ સુધી)

 *જન્મથી ટીવી જોયું નથી.*

• પોણા ત્રણ વર્ષે પૂ.આ.ભગવંત શ્રી કીર્તિયશ સુરીશ્વરજી મા.સા. પાસે સૌપ્રથમ પોતાના મુખેથી આલોચના લીધી. (શ્રી આદિનાથ પ્રભુ પર કેસર ઢોળાયું હતું અને સાહેબે આદિનાથ પ્રભુ સમક્ષ જઈ ઊભા ઊભા ત્રણ ખમાસમણ આપવાની આલોચના આપી, તેને પૂરી કરી પછી આચાર્ય ભગવંતને જણાવી.)

• ત્રણ વર્ષ અને ત્રણ મહિના ની થઈ ત્યારે શ્રી નવકાર મંત્રની અધિકાર મેળવ્યો.

• શ્રી શિખરજી તીર્થની તળેટીમાં અંજનશલાકા ના પ્રસંગે પ્રભુનું અર્જન વાટ્યું.

• ૫ વર્ષ અને ૮ મહિનાની થઈ ત્યારે પર્યુષણમાં ભરસભામાં 27 ભવનું સ્તવન બોલ્યું હતું. (એક પણ ભૂલ વગર) અને ૧૭ પ્રતિક્રમણ કર્યા.

• ૬ વર્ષ અને ૪ મહિનાની હતી ત્યારે પહેલું દેસાવગાસિક કર્યું.

• ૭ વર્ષની ઉંમરે પહેલો પૌષધ કર્યો.

• જ્યારથી બે વર્ષની હતી ત્યારથી સા.મા.સાહેબ પાસે જાય છે. કારણ વગર એક પણ દિવસે એવું નથી બન્યું કે એ સા.મા.સાહેબ પાસે ના ગઈ હોય. પહેલા એક કલાક જતી હતી પછી ધીરે ધીરે બે થી ત્રણ કલાક અને પછી સવાર થી સાંજ જતી હતી. છેલ્લા ત્રણ - ચાર મહિના થી લગાતાર સા.મા. સાહેબ પાસે જ હતી.

• અમદાવાદ થી સુરત (300Km) અને સુરત થી અમદાવાદ (300Km) જેટલો વિહાર કર્યો છે. *એકવાર દેવાંશી એ એક જ દિવસમાં સવારે સાંજે મળી ને 25Km જેવો વિહાર કર્યો હતો*.

• 7 વર્ષની થઈ ત્યારથી જ્યારે પણ મોકો મળ્યો છે એણે ઘણા બધા પૌષધ પણ કર્યા છે.

• આજ સુધી એક પણ ચીજ અભક્ષ નથી ખાધી. (કોઈએ ભૂલથી આપ્યું અને એને ખબર ન હોય અને ખાધું હોય તો એ વાત જુદી છે.) ત્રણ વર્ષ સુધી સચિત નથી ખાધું.

*સ્વાધ્યાય*
• બે વર્ષની થઈ ત્યારે નવકારશી, અબ્ભુઠ્ટિઓ૦ સુધીના સૂત્રો, અડધું સાત લાખ, 3 સ્તુતિ, 8 ધાર્મિક કથા, 8 કર્મના નામ, નવ તત્વના નામ, પાંચ જ્ઞાનના દુહા, 8 કર્મના પેટાભેદના નામ, અષ્ટપ્રકારી પૂજાના નામ શીખ્યા.

• બે વર્ષ અને ત્રણ મહિનાની થઈ ત્યારે જગચિંતામણી અડધું, સાત લાખ, પહેલે પ્રણાતિપાત, કલ્લાણ કંદં, સંસાર દાવા, ચૌવિહાર, નવકારશી પચ્ચક્ખાણ, અષ્ટ પ્રકારી પૂજાના દુહા, જ્ઞાનના અને પ્રદક્ષિણા ના દુહા કંઠસ્થ કર્યા.

• લગભગ અઢી વર્ષની થઈ ત્યારે બે પ્રતિક્રમણ, સ્નાતસ્યા, સંતિકરં, મોટી શાંતિ, અડધું પંચ સૂત્ર થયું.

• ત્રણ વર્ષ અને એક મહિનાની થઈ ત્યારે પાંચ પ્રતિક્રમણ પુરા થયા.

• ત્રણ વર્ષ અને છ મહિના ની થઈ ત્યારે ભક્તામર અને જીવ વિચારની 25 ગાથા પૂરા કર્યા.

• ત્રણ વર્ષ અને નવ મહિનામાં ત્રણ પ્રકરણ, વ્યાકરણનો પહેલો અધ્યાયન કંઠસ્થ કર્યું.

• ચાર વર્ષ પુરા થયા ત્યારે ૪ પ્રકરણ, વ્યાકરણમાં એક અધ્યયન, બે પાઠ ટીકા સહિત પૂરું કર્યું. પહેલું ભાષ્ય અડધું કર્યું.
 
• સાડા ચાર વર્ષે પૂ.આ.શ્રી કીર્તિયશ સૂ.મા.સાહેબ પાસે પહેલો કર્મગ્રંથ મંડાવ્યો અને પૂજ્ય સા. પ્રશમિતાશ્રીજી મા. સાહેબ પાસે હૃદય પ્રદીપ મંડાવ્યો.

• ૫ વર્ષને ૪ મહિનાની થઈ ત્યારે ૫ પ્રતિક્રમણ, ભક્તામર, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૪ કર્મગ્રંથ પૂરા કર્યા.

• ૬ વર્ષમાં વૈરાગ્ય શતક, તત્વાર્થ  ના ૨ અધ્યયન (વૈરાગ્ય શતક પૂજ્ય સા. પ્રશમિતાશ્રીજી મા.સા. એ મંડાવેલુ અને તત્વાર્થ પૂ.આ.શ્રી કીર્તિયશ સુ.મા.સા એ મંડાવેલુ.)

• ૭ વર્ષની થઈ ત્યાર સુધીમાં ૫ પ્રતિક્રમણ, ભક્તામર, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૪ કર્મગ્રંથ, પંચ સૂત્ર, વૈરાગ્ય શતક, તત્વાર્થ, ૨૭ ભવનું સ્તવન, પંચ કલ્યાણકનું સ્તવન, હાલરડું, વ્યાકરણના ૨-૧ અધ્યાયન ટીકા સહિત, સંથારા પોરિસી... આટલું કંઠસ્થ કર્યું.

• અર્થ સહિત - સંસારદાવા સુધી ના સૂત્રો, જીવવિચાર, ૧ કર્મગ્રંથ, જ્ઞાનસારના ૧ અષ્ટકના અર્થ, વૈરાગ્ય શતક ની થોડી થોડી ગાથાના અર્થ કર્યા.

• હમણાં સુધી - ૫ પ્રતિક્રમણ, ભક્તામર, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૪ કર્મગ્રંથ, પંચ સૂત્ર, જીવ વિચાર (અર્થ સહિત), નવ તત્વ (અર્થ સહિત), હૃદય પ્રદીપ (અર્થ સહિત),  વૈરાગ્ય શતક (અર્થ સહિત), તત્વાર્થ, ૨૭ ભવનું સ્તવન, પંચ કલ્યાણકનું સ્તવન, હાલરડું, જ્ઞાનસાર ૧૯ શષ્ટક (અર્થ સહિત), વ્યાકરણના ૨ ૧/૨ અધ્યાયન ટીકા સહિત, સંથારા પોરિસી, સંસ્કૃતની પહેલી બુક -૧૫ પાઠ, સૂત્ર અર્થ સહિત - પુખર વર૦ 

*તપ*
• ૨ વર્ષની થઈ ત્યારે પહેલો ઉપવાસ પાલીતાણામાં કર્યો. (સાંજે તળેટી જઈને આવી અને આખું વંદિતુ સંભળાવ્યું)

• ચાર વર્ષની થઈ ત્યારે ચૈત્રમાસ ની ઓળીમાં પોતાની ઈચ્છા મુજબ આયંબિલ કર્યું અને ચૈત્રી પૂનમ ઉપાડી.

• ૫ વર્ષ અને ૪ મહિના ની થઈ ત્યારે ચૈત્રી પૂનમની ક્રિયા પ્રાયઃ ઊભા ઊભા કરી તેમજ ૧૨૫ જેટલા ખમાસમણ પણ ઊભા ઊભા અને લગભગ પ્રદક્ષિણા વિધિપૂર્વક આપી.

• ૭ વર્ષની ઉંમરે ત્રણ એકાસણા ભર્યા ભાણાના કરી પોષ દસમી ઉપાડી.

*જાત્રા*
પાલીતાણા - બે વાર, ગિરનાર - એક વાર , જીરાવલા, દિયાણા, માલેગાવ, તારંગાજી વિ. તિથૅ ની જાત્રા કરી. 

*વીરતિ ધર નો વેશ*
• લગભગ સવા વરસની ઉંમરમાં ૫૮ થી અધિક દીક્ષા જોઈ. 

• ત્રણ વર્ષ અને છ મહિના ની થઈ ત્યારે ૧૧૯ દીક્ષા જોઈ. 

• સવા ચાર વર્ષની થઈ ત્યારે મમ્મી વગર ૧૦ દિવસ પાલીતાણા રોકાઈ અને તેમાં ૩૭ દીક્ષા જોઈ, ૪ આચાર્ય પદવી જોઈ, ૧૩ વડી દીક્ષા જોઈ. પાલીતાણાની જાત્રા સંપૂર્ણ ચડીને ઊતરી. (બપોરે 1:00 વાગ્યે ચડી અને સાંજે 6:30 વાગ્યે નીચે ઉતરી) રોજ વ્યાખ્યાન - વાચનામાં બેસતી હતી. *૨૦૦ થી ૨૫૦ સાધ્વીજી ભગવંતો ને ગુરુ પૂજા કરી*.

• પાંચ વર્ષ પૂરા થયા ત્યારે ૧૪૬ દીક્ષા જોઈ. 

• ૬ વર્ષમાં ૨૭૮ દીક્ષા જોઈ. 

• હમણાં સુધીમાં ટોટલ દીક્ષા જોઈ - ૩૬૭
લગ્ન - ૦
હોટલ - ૦
થિયેટર - ૦

• જ્યારે પાંચ વર્ષની હતી ત્યારથી એને *દીક્ષાની સંપૂર્ણ વિધિ કંઠસ્થ છે.*

*વ્યાવહારિક જ્ઞાન*
ક્યુબ માં - *ગોલ્ડ મેડલ* જીતી. 
મ્યુઝિક - *બધા જ રાગના સર્ટિફિકેટ છે*. (છ વર્ષની હતી ત્યારે પ્રાપ્ત કર્યા.) 
*સ્કેટિંગ - આવડે છે.*
યોગા - બધા જ આસન જાત મહેનતથી શીખ્યા, સ્વસ્તિક પણ કરી શકે છે.
ભરતનાટ્યમ માં - એક વર્ષ કર્યું. 
મેન્ટલ મેથ્સ કર્યું.
ભાષા - *સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મારવાડી, ઇંગ્લિશ.* (બધી જ ભાષા સમજી અને બોલી શકે છે.)

🙏 *ધન્ય માતા પિતા, ધન્ય સંઘવી પરિવાર* 🙏

No comments: